પાગલ
શહેરમાં અચાનક તોફાન ફાટી નીકળ્યું,લોકો આમતેમ ભાગવા લાગ્યા, ઉપદ્રવીઓનાં ટોળા સામસામે પથ્થરમારો કરી રહ્યા હતા તેમજ ઘરો, દુકાનોમાં આગચંપી કરી રહ્યા હતા,
આ સમયે જ રસ્તા નાં એક ખૂણામાં એક ચીંથરેહાલ પાગલ એક કુતરા નાં બચ્ચા ને તે પથ્થરો નાં મારાથી બચાવા તેને છાતી સરસો ચાંપી ને ઉપર સૂઇ ગયો ત્યાં થી પસાર થતા તે ટોળાએ તેની બાજુ નજર કરી અને તેને લાત મારી દૂર કરી જોયું તો ગલુડિયું હતું,
સમગ્ર ટોળું હસવા લાગ્યું સાલો કૂતરા નાં બચ્ચા ને સાચવે છે ત્યારે ટોળા માંથી આવાજ આવ્યો રહેવા દો સાલો પાગલ છે જવા દો "ગાંડાને ગામ ના હોય!",આમ કહી ટોળું ત્યાં થી ચાલવા માંડ્યું,
પેલો પાગલ હસવા લાગ્યો તેના ગાંડપણ થી નહીં પણ પેલા ટોળાએ જે વાતો કરી તેના પર કેમ કે તેઓ તેને પાગલ,,,,,! કહીં રહ્યા હતા તેમજ છેલ્લે તેઓ કહેતા ગયા કે "ગાંડાને ગામ ના હોય"! ભાઈ તમારે તો શહેર છે અને તમે તો તમારા શહેર ને જ સળગાવો છો, હશે ભાઈ હું ક્યાં તમારી જેમ ડાહ્યો છું હું તો રહ્યો પાગલ......!