માણસ બચ્ચા...
અમે તો ભઈ માણસ બચ્ચા,
અમે તો ભઈ માણસ બચ્ચા !
અડધા જુઠ્ઠા અડધા સચ્ચા,
તોય અમે તો માણસ બચ્ચા.
સીધું પડે ત્યાં સીધું ચાલે,
વાંકુ પડે ત્યાં વાંકાચૂકા !
વાતવાતમાં ગરમી પકડે,
વાતે વાતે બિલ્લા- બુચ્ચા !
જરૂર પડે પારેવા બનીયે,
જરૂર પડે બાઘડ-બિલ્લા !
સંકટ પડે શકુની બનતા,
શિયાળથીયે અમે લુચ્ચા !
ધક્કમુક્કા ખાતી ગાડી,
તોય ગગડતી જાય ગાડી !
ઉબડખાબડ રસ્તાઓથી,
ડરીએ એવા નથી કચ્ચા !
અમે તો ભઈ માણસ બચ્ચા,
અમે તો ભઈ માણસ બચ્ચા !
અડધા જુઠ્ઠા અડધા સચ્ચા,
તોય અમે તો માણસ બચ્ચા.
@ મેહૂલ ઓઝા