કરી હતી વંદના પહોંચવા હરિને મેળવવા,
સાથે કરી પ્રાર્થના દુનિયાથી રક્ષણ મેળવવા.
સંસારના દરિયાનાં મોજાં થી સફર મેળવવા,
પાછા નૈ ફરું ચઢી પગથિયાં આધાર મેળવવા.
જિંદગીનો ભાર ઉઠાવ્યો તુજ વિશ્વાસ મેળવવા,
આંખે આંસુ વણજાર આયખું નસીબ મેળવવા.
માયાવી રાક્ષસથી જગતમાં શરણ મેળવવા,
શીશમહલ આભાસ જાણીને સહારો મેળવવા.
તરસી કિનારે વહેતી નદીના પાણી મેળવવા,
'શ્રીકૃપા'થી ભક્તિ થકી તુજ દર્શન મેળવવા.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.