ઉડી ઉડી ને પહોંચું ખુલ્લાં આકાશે,
વિનવ્યા મદદે પતંગિયાં સંગાથે.
રોકું રોકું શીત લહેરો નિજ આનંદે,
ઝુલાવવા છે હરિને રાધા સંગાથે.
ઝુકી ઝુકી પ્રભુ પધરાવું હ્રદયે,
મિલાવવા ધરતી આકાશ સંગાથે.
ભુલી ભુલી જગતને સંધ્યા પ્રહરે,
મિલન ચંદ્રનું સૂર્યકિરણ સંગાથે.
ઘૂમી ઘૂમી આ જગધાર સંગે અનંતે,
'શ્રીકૃપા' હેમ ઝૂલે હરિ રાધા સંગાથે.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.