જોઈએ...
માણસે કદી નિરાશ ન બનવું જોઈએ,
એવું ન બને જીવનમાં કે,
પવન સાનુકૂળ હોય જ સમંદરમાં,
નાવ દીશાહીન ન બનવી જોઈએ.
વાદળોથી ઢંકાયેલો સૂરજ,
આપત્તિઓથી ઘેરાયેલો મનુજ,
બંનેનો અંધકાર ક્ષણિક હોય છે,
પ્રકાશવાનું ન છોડવું જોઈએ.
ઘેરી લીએ કંટક છો ગુલાબને,
ઓટ ન આવે કશી સુવાસને,
ગુલાબની જેમ ખીલતી જિંદગીને,
મહેકવાનું ન છોડવું જોઈએ.
વકત હો ભલા યા બૂરા,
ઈશ- વિના ઈન્સાન અધૂરા,
ગીતા- શિખર પર પહોંચવા,
પ્રયત્નો શિખર તકના હોવા જોઈએ.
--ગીતા--