આમ જુઓ તો . . . .
આમ જુઓ તો એકલ - દોકલ, આમ જુઓ તો મેળા,
આમ જુઓ તો આગળ - પાછળ, આમ જુઓ તો ભેળા,
આમ જુઓ તો સંત -
ધરમના મરમ સુધી
પહોંચેલા,
આમ જુઓ તો
છીએ મુસાફર, થેલા લૈ નિકળેલા,
બની શક્યા નહી
ગુરુ કોઇના, થઇ શક્યા નહી ચેલા,
કેમ ગણિયે તમને છેલ્લા, અને અમને પહેલા,
પણ ભિતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા,
આ નથી કોઇની મોનોપોલી, જે પહોંચે તે પહેલા