માણસ એટલે માણસ.
માણસ મોબાઈલ કેરો જીવ.
માણસ મોબાઈલ વગર અધૂરો.
મોબાઈલ માણસ નો પર્યાય ,
નેટવર્ક સિવાય કયાં છે માણસ?
માણસ મોબાઈલ માટે જીવતો ,
માણસ મોબાઈલ માટે મરતો!
માણસ એટલે માણસ ,
માણસ ફેસબુક થી ઓળખાય,
માણસ વૉટ્સઅપ થી ઓળખાય,
માણસ ટ્વીટર ને ઇન્શ્ટા થી ઓળખાતો!
માણસ લાઈક થી ઓળખાય,
માણસ કૉમેન્ટ થી ઓળખાય,
માણસ મેમરી થી ખાલી !
માણસ સ્પર્શ માટે મરતો,
માણસ સ્પંદન માટે મરતો,
ટચ સ્ક્રીન પર જીવતો માણસ!
લાઈક કરતો માણસ,
શેર કરતો માણસ,
કૉમેન્ટ કરતો માણસ,
લો બેટરી પર અપસેટ માણસ.
માણસ એટલે માણસ.
દરેક નોટીફિકેશન ચહેક્તો ,
મહેકતો માણસ!
અનિલ ભટ્ટ