ચાલું રેત ઉપર બની લીટી ખુદનાં પગરવથી,
હવાઓના ચાલવાથી પણ ક્યારેય મીટવાની નથી.
સંભળાવ્યાં કિસ્સા મારા જણાવવા દુનિયાને ખુદથી,
સમયના વહેણથી ક્યારેય વિસરાવવાના નથી.
કદમ વધાર્યા આગળ જીત ઘણી દેખાય દૂરથી,
સફર છે આ જિંદગીની ક્યારેય અટકાવવાની નથી.
જવાનું છે દરેકને પણ આગળ આ જ રસ્તાઓથી,
વીણું છું હું કાંટા રસ્તેથી ક્યારેય સમજવાની નથી.
નફરત ભરેલી નજરો મળે મને ભલે જગથી,
'શ્રીકૃપા' ઊગતા સૂરજે ક્યારેક ચમકવાની નથી ??
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.