Hanuman Puja Vidhi
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આ વિધિથી કરો પૂજા
-મંગળવાર, હનુમાન જયંતિ, શનિવાર, શ્રીરામ જયંતિ, શિવની તિથિઓ અને પૂનમના દિવસે હનુમાનની આ રીતે કરવી જોઈએ પૂજા
હનુમાનજીની પૂજા કરતી વખતે સૌથી પહેલા કામળા કે ઊનના આસાન ઉપર પૂર્વ દિશા તરફ મુક કરીને બેસી જાઓ. હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લો અને આ મંત્રથી હનુમાનનું ધ્યાન કરો...
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।
ऊँ हनुमते नम: ध्यानार्थे पुष्पाणि सर्मपयामि।।
ત્યારબાદ ચોખા અને ફૂલ હનુમાનજીને અર્પિત કરી દો.
આહ્વાનઃ હાથમાં ફૂલ લઈ આ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહનુમાનજીનું આહ્વાન કરો તથા એ ફૂલોને હનુમાનજીને અર્પિત કરી દો.
उद्यत्कोट्यर्कसंकाशं जगत्प्रक्षोभकारकम्।
श्रीरामड्घ्रिध्याननिष्ठं सुग्रीवप्रमुखार्चितम्।।
विन्नासयन्तं नादेन राक्षसान् मारुतिं भजेत्।।
ऊँ हनुमते नम: आवाहनार्थे पुष्पाणि समर्पयामि।।
આસનઃ- નીચે લખેલ મંત્રથી હનુમાનજીને આસન અર્પિત કરો..
तप्तकांचनवर्णाभं मुक्तामणिविराजितम्।
अमलं कमलं दिव्यमासनं प्रतिगृह्यताम्।।
આસન માટે કમળ અથવા ગુલાબના ફૂલ અર્પિત કરો. ત્યારબાદ આ મંત્રોનું ઉચ્ચારણ કરીને હનુમાનજીની સામે કોઈ વાસણ અથવા જમીન ઉપર ત્રણવાર જળ છાંટો.
ऊँ हनुमते नम:, पाद्यं समर्पयामि।।
अध्र्यं समर्पयामि। आचमनीयं समर्पयामि।।
ત્યારબાદ હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો ત્યાર પછી પંચામૃત(ઘી, મધ, ખાંડ, દૂધ અને દહીં)થી સ્નાન કરાવો. ફરી એવાર શુદ્ધ જળથી સ્નાન કરાવો. હવે આ મંત્રથી હનુમાનજીને વસ્ત્ર અર્પિત કરો અને વસ્ત્રની નિમિત્ત મૌલી ચઢાવો.
शीतवातोष्णसंत्राणं लज्जाया रक्षणं परम्।
देहालकरणं वस्त्रमत: शांति प्रयच्छ मे।।
ऊँ हनुमते नम:, वस्त्रोपवस्त्रं समर्पयामि।
ત્યારબાદ હનુમાનજીને ગંધ, સિંદૂર, કંકુ, ચોખા, ફૂલ અને હાર અર્પિત કરો. હવે આ મંત્રની સાથે હનુમાનજીને ધૂપ-દીપ આપો...
साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया।
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम्।।
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने।।
त्राहि मां निरयाद् घोराद् दीपज्योतिर्नमोस्तु ते।।
ऊँ हनुमते नम:, दीपं दर्शयामि।।
ત્યારબાદ કેળાના પાન ઉપર કે કોઈ કટોરીમાં પાનના પાનડાં ઉપર પ્રસાદ રાખો અને હનુમાનજીને અર્પિત કરી દો ત્યારબાદ ઋતુફળ અર્પિત કરો.(પ્રસાદમાં ચૂરમા, ભીંજવેલા ચણા કે ગોળ ચઢાવવો ઉત્તમ રહે છે) હવે લવિંગ-એલાઈચીયુક્ત પાન ચઢાવો. પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે આ મંત્રને બોલીને હનુમાનજીને દક્ષિણા અર્પિત કરો...
ऊँ हिरण्यगर्भगर्भस्थं देवबीजं विभावसों:।
अनन्तपुण्यफलदमत: शांति प्रयच्छ मे।।
ऊँ हनुमते नम:, पूजा साफल्यार्थं द्रव्य दक्षिणां समर्पयामि।।
ત્યારબાદ એક થાળીમાં કર્પૂર તથા ઘીનો દીવો પ્રગટાવી હનુમાનજીની આરતી કરો. આ પ્રકારે પૂજા કરવાથી હનુમાનજી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.