How Husband And Wife Have To Maintain Their Marriage Life Know From Ram And Sita’S Life
કેવી રીતે થઇ’તી શ્રીરામ-સીતાના દાંપત્યની શરૂઆત? શું છે ગૃહસ્થીનું રહસ્ય
કોઇ મકાનને બનાવતી સમયે આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે, તેના મૂળિયા મજબૂત હોય, જો મૂળિયા મજબૂત નહિ હોય તો ઇમારત પડી જવાનો ખતરો હમેશાં બનેલો રહે છે. ઠીક તે જ રીતે પતિ-પત્નીનો સંબંધ પણ સમર્પણ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. જે પતિ-પત્નીઓ વચ્ચે આ બે વાત હોય છે, તેમનું દાંપત્ય જીવન બધી જ રીતે સુખી હોય છે.
આ રીતે થઇ હતી શ્રીરામ અને સીતાના દાંપત્ય જીવનની શરૂઆતઃ-
પ્રસંગ છે કે, જ્યારે ભગવાન રામ અને સીતના લગ્ન થયાં. જાન જનકપુરીથી અયોધ્યા આવી. ખૂબ જ હસ્ત અને ઉલ્લાસમાં તેમનું સ્વાગત થયું. રાજમહેલમાં બધા જ રિવાજો પૂર્ણ કરવામાં આવ્યાં. ભગવાન રામ અને સીતાનું દાંપત્ય જીવન શરૂ થયું. પહેલી વાર ભગવાને પત્ની સીતા સાથે વાતચીત કરી. વાત સમર્પણથી શરૂ થઇ. રામ ભગવાને પહેલી વાત જે માતા સીતાને કહી તે સમર્પણની હતી. તેમણે સીતાને વચન આપ્યું કે તેઓ આખું જીવન તેમના પ્રત્યે નિષ્ઠાવાન રહેશે. તેમના જીવનમાં ક્યારેય કોઇ અન્ય સ્ત્રી નહીં આવે.
સીતાએ પણ વચન આપ્યું કે, દરેક સુખ અને દુઃખમાં સાથે રહેશે. પહેલી વાર થયેલી વાતચીતમાં વિશ્વાસનું વચન આપ્યું. એકબીજાને પ્રત્યે સમર્પણનો ભાવ વ્યક્ત કર્યો. ત્યારે જ દાંપત્ય દિવ્ય બન્યું. ક્યારેય એકબીજા સાથે કોઇ વિવાદ નહી થયાં. હંમેશાં ભગવાન રામ માતા સીતા તરફ અને માતા સીતા ભગવાન રામ તરફ કલ્યાણ વિશે જ વિચારતાં હતાં. વ્યક્તિગત અહંકાર અને રૂચિઓ ક્યારેય ગૃહસ્થીમાં વચ્ચે નથી આવી.