એક સમયે કેવી સામાજીક, સંગીત મય ફિલ્મો બની કે આજે પણ દિલ ખુશ ખુશ થઇ જાય છે આ કોઈ દાદા આદમ ની વાત નથી , 70 થી 90 ના દશક માં પણ ઘણી સુંદર ફિલ્મો બની છે
અર્પણ, આશા, અપનાપન, અવતાર, પ્યાસા સાવન, આનંદ,
શું સ્ટોરી હતી બધી ફિલ્મો ની અને સંગીત !આજ ની પેઢી ના નસીબ માં આ અર્થ સભર ગીતો નથી કેમ કે રેડીઓ નો સમય નથી મલ્ટી પ્લેક્સ ન હતા પણ આનંદ મલ્ટી પ્લાય થઈ જતો
અમિતાભ, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, શશી કપૂર,નો સમય બહુ દૂર ની વાત નથી અમોલ પાલેકર, દિપ્તી નવલ, ફારૂખ શેખ ની ફિલ્મો માં આપણ ને રોડ પર થી પસાર થતા સામાન્ય માણસ ના દર્શન થતા
નવી જનરેશન ને આ ફિલ્મો કે ગીતો નથી પસંદ એવું નથીજ પણ એને એકવાર પણ માણવાની તક નથી મળતી
આપની પસંદ ની સામાજીક ફિલ્મ નું નામ કૉમેન્ટ કરશો ?