🙏 નમસ્તે ટ્રંમ્પ સ્પેશિયલ🙏
અમદાવાદ એરપોર્ટ પર ઝડપી ઉડતું ઉડતું એક સફેદ કબૂતર પોતાના માળા પાસે આવી પહોંચે છે, માળા માં રહેલા તેના બે બચ્ચોં ને કહે છે ઉડવા માટે જલ્દી તૈયાર થઈ જાવ.
બચ્ચોં કહે કેમ માં શું થયું? કંઈ નહીં પણ બેટા જલ્દી કરો કોઈ અમેરિકા દેશનો પ્રધાન બે-ત્રણ દિવસ માટે આવે છે, તેની તૈયારી માટે ટુંકમાં જ આ સરકારી અધિકારીઓ બધું જ સાફ સફાઈ નાં નામે સાફ કરી નાંખશે તેમાં આપણો આ માળો પણ જશે અને આપણું તો જીવન જોખમમાં મુકાશે! તેમને ક્યોં ખબર છે કે કેટલી મહેનત થી એક -એક સળી ભેગી કરીએ ત્યારે એક નાનો માળો તૈયાર થાય છે.
ચાલો જલ્દી ઉડવા માટે તૈયાર થાવ "જાન હે તો જહાં હે " આમ કહી તે સફેદ,, કબૂતર તેના બચ્ચાં સાથે ઉડી ગયું..