હે શિવ! કશ્યપ તમારો સાથી, નંદી તમારો ખાસ છે,
માં ગંગે નો અભિષેક! શશી શીશ પર શોભાયમાન છે,
કૈલાસ તમારું નિવાસ! ભસ્મ તમારો શૃંગાર છે,
પ્રિય તમને પુષ્પ ધંતુરો! સર્પ નો ગળે નિવાસ છે
નૃત્ય એ તમે નટરાજ! યુદ્ધમાં સાક્ષાત યમ છો,
તાંડવે તમે કરો વિનાશ! વરદાને મારો ભોળાનાથ છે.
મહા શિવરાત્રી પર્વની સૌને શુભકામના
ભગવાન શિવ ની રાત્રી એટલે શિવરાત્રી, શિવરાત્રી ના દિવસે જ દ્વાપર યુગ ની શરૂઆત થઈ હતી તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ નો ઉદભવ પણ શિવરાત્રીએ જ થયો હતો તેમ માનવામાં આવે છે,
આ દિવસે સાચા મનથી ભગવાન શિવ નું ધ્યાન ધરવામાં આવે તો આપણા સઘળાં પાપોનું નિરાકરણ થાય છે.