મહાદેવ
સૂક્ષ્મ રૂપ ધરી નિરાકાર પ્રસન્ન શિવ શંકર મહાદેવ,
જ્યોતિસ્વરૂપ પરમાત્મા પ્રસન્ન શિવ શંકર મહાદેવ.
અજ્ઞાન નિદ્રાથી જાગરણ પ્રસન્ન શિવ શંકર મહાદેવ,
વિષય વિકાર ત્યાગથી પ્રસન્ન શિવ શંકર મહાદેવ.
મનના પવિત્ર પ્રેમ અર્પણે પ્રસન્ન શિવ શંકર મહાદેવ,
આત્મા પરમાત્માનું બંધન પ્રસન્ન શિવ શંકર મહાદેવ.
મનોવિકાર રૂપી વિષ ત્યાગથી પ્રસન્ન શિવ શંકર મહાદેવ,
મન બુદ્ધિ સંસ્કાર સમર્પણ પ્રસન્ન શિવ શંકર મહાદેવ.
આત્મા સ્મૃતિરૂપી તિલકથી પ્રસન્ન શિવ શંકર મહાદેવ,
'શ્રીકૃપા' મિટાવી સ્વહંકાર પ્રસન્ન શિવ શંકર મહાદેવ.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.