થાક લાગ્યો છે બધા મંદિર ફરીને
ભીખ માગી ના શક્યો માથું ધરીને
સાવ પોકળ ગઈ ભલામણ કેટલીએ
હાથ લાગ્યું ના કશું મુઠ્ઠી ભરીને
તું છે તો છે આ બધી જાહોજલાલી
શુ કરું પથ્થરની સામે કરગરીને
શ્વાસ છે બસ ત્યાં સુધી તારા રહેશું
કોણ આવ્યું છે અહીં પાછું મરીને
રાકેશ પટેલ "તરસ"