ફર્ક......
બહુ ફર્ક નથી પડ્યો તારા જવાથી !
બસ ટેવાઈ ગયો છું આમ એકલા રે'વાથી.
એજ કાનબૂઠ્ઠાં કપને હાથમા ઝાલી રાખું છું,
ને તારા હાથોનો એ સ્વાદ,
જાણે વરાળોમાં ક્યાંય દૂર ઉડી ગયો !
પણ આ ચા હવે ચા જેવી લાગતી નથી,
ચ્હા, ઉતરી ગઈ છે, આમ એકલા પીવાથી.
એજ સાંજ ને એજ બાંકડો રોજ મળે છે,
ને નિત-નવી વાતોનો દોર,
એ ચાંદનીમાં ક્યાંય દૂર ભળી ગયો !
પણ આ રાત હવે રાત જેવી લાગતી નથી,
જાણે વેરણ બની છે, એક સ્વપ્ન ખોવાથી.
બહુ ફર્ક નથી પડ્યો તારા જવાથી !
બસ ટેવાઈ ગયો છું આમ એકલા રે'વાથી.
@ મેહૂલ ઓઝા