આગ લાગી જાય જ્યારે પ્રશ્ન એ વેધક પૂછે છે
પત્ર ઝાકળથી લખીને આગને સાથે મૂકે છે
એ પૂછે કે,શાયરીમાં વાંચવાનું હોય છે શું?
નાંમ તારું લઇને આ શાયર ખુદા માની પૂજે છે
આખ સામે રોજ તાકી ક્યાં સુધી બેસી રહીએ
મૌનની ભાષાં પછી કાવ્યોના શબ્દોમાં ફૂટે છે
એક ધારી કામનાનો રાફળૉ ફાટ્યો છે દિલમાં
સૌની સામે સ્મિત આપે ને મને જોતા રૂઠે છે
લાગણીનો એક દરિયો રોજ ઉછળે છે હ્રદયમાં
એ નદીની જેમ મારા રક્તમા કાયમ ઘૂમે છે
નામ હું જાહેરમાં ક્યારેય ઉચ્ચારી શકું નાં
એટલે મારી ગઝલ વાંચી મનોમન એ ફૂલે છે
એક ઇશ્વર છે,પછી તું છે તો જગ લાગે રૂપાળું
નામ તારું લઉ છું ત્યા લોબાનની ખૂશ્બૂ ઉઠે છે
જાપ જેવું કૈક મારામા મૂક્યું છે સ્પર્શ સાથે
જ્યારથી એ ગઇ,એ પળથી કૈક મારામાં ધૂણે છે
એક ગમતાં માનવીની વાત આવે મનમાં જ્યારે
તો મહોતરમાની યાદોમાં હ્રદય મારૂં ડૂબે છે
-નરેશ કે.ડૉડીયા