ભુલી જાવ હું સઘળુંય
બસ યાદ એક તું જ હોય,
એક આલિંગન તું એવું આપજે કે
મળું પણ હું ખુદને તારા જ અસ્તિત્વમાં.
ના હોય જન્મારોનો સાથ કે
હોય ભલે સપનાની એક મુલાકાત,
એક આલિંગન તું એવું આપજે કે
મળે કારણ આજીવન જીવન જીવવાનું.
ના હોય યાદોની અલમારી
બસ હોય ભલે એક નજરની મુલાકાત,
એ એક નજરમાં તું 'પ્રિય
એક આલિંગન તું એવું આપજે કે
ના જરૂર રહે આજીવન બીજી મુલાકાતની.
- Sonal patel