કોઈ થી જ્યારે કોઈ હતાશ હોય, આપણું એક આલિંગન તેના માટે ખાસ હોય,
નાનું બાળ રડે જ્યારે! ચૂપ કરાવી શકે ના કોઈ ત્યારે! માં નું મળે એક આલિંગન! હરખમાં આવે બાળ ત્યારે,
દુશ્મન ની ગોળી છુટે સરહદ પર જ્યારે! ઢળી પડે સૈનિક ત્યારે! માતૃભૂમિ નું મળે આલિંગન! શૌર્ય થી જીવ ધમધમે ત્યારે,
નિરાશ થાય પ્રિયજન જ્યારે! મળે સ્નેહીજન નું આલિંગન ત્યારે! આશાનું તેજ મુખ પર આવે ત્યારે,