આખી જિંદગી મારાથી કંઈ ના થયું
ઈચ્છા કરી, સપના જોયા, પણ...
એને પુરા કરવા કંઈ ન થયું!
હું ડૂબી રહી હતી ઊંડા કડણમાં
કિનારે બેઠા હતા મારા જ લોકો
સલાહ આપનારા ઘણા હતા, પણ કોઈ
હાથ આપી બહાર કાઢે એવું ના થયું!
હું પડતી રહી, ધીરે ધીરે મરતી રહી
એક દિવસ સાચે જ મરી ગઈ
શરીર રહી ગયું હતું જીવતું ભલે
એમાં મારો આત્મા મીસિંગ હતો
આ છે કોઈ નવી નિયતી, બદલાયેલી
એવું હવે બધાને થયું..!
- નિયતી કાપડિયા.