Gujarati Quote in Poem by Bharat Rabari

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વચન

સરહદ થયેલા તણાવને કારણે વધી રહેલા હુમલાઓના સમાચાર સાંભળીને
એક મા ના ધડકતા હૈયાને પોતાના દીકરાએ જંગ માંથી વહેલો પાછો ફરીશ
એવું આપેલું વચન યાદ આવ્યું હશે.
.
ચોમાસે ટપકતી છત સામે જોયને એક પિતાને,
"આ વખતની છુટ્ટીઓમાં આ છત રીપેર કરાવી નાખીશ"
એવું આપેલું વચન યાદ આવ્યું હશે.
.
છુટ્ટીઓ પૂરી કરીને પરત ફરતાં સૂતેલું બાળક ઉઠીને વળગી પડેલ
ત્યારે બાળકને "પાછા વખતે દુશ્મનોના ટેંક સાથે લેતો આવીશ"
એવું આપેલું વચન યાદ આવ્યું હશે.
.
દુશ્મનોની ગોળી વાગતા લોહી થી લથપથ પડ્યા ત્યારે
મુઠ્ઠી ધુળની ભરી ઘાવ ઉપર લગાડીને "જીવીશ ત્યાં સુધી તારી રક્ષા કરી"
એવું ભારત મા ને આપેલુ વચન યાદ આવ્યું હશે.
.
ત્રિરંગામાં લપેટી ને પરત ફરેલા કોફીનને ફળિયામાં મુકતાં
મહેંદી રચેલા હાથ હાથમાં લઈને પોતાની પ્રિયતમાને "જંગ જીતિને પાછો આવીશ જરૂર"
એવું આપેલું વચન યાદ આવ્યું હશે.

-ભરત રબારી
(માંગરોળ, જી.જુનાગઢ)

Gujarati Poem by Bharat Rabari : 111340396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now