પ્રોમિસ ડે સ્પેશિયલ
ભલે ને રહ્યો શબ્દ પ્રોમિસ અંગ્રેજી! ગુજરાતી તો વચન છે,
આપેલું વચન નિભાવવું એ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા છે,
આપેલ વચન ખાતર આપ્યા પ્રાણ! તેવા દાખલા અહિંયા હજાર છે,
એક વચન ખાતર રાજ નહીં! ચૌદ વર્ષ વનને પામનારા રામ છે,
એક વચન ની લાજ રાખી દ્રોપદીના વસ્ત્ર પુરનાર શ્યામ છે,
ડે થી નહીં! દિલથી નિભાવે વચન એજ મારા ભારતની પહેચાન છે.