"ઈશ્વર ની અનુભૂતિ"
કોણ કહે છે ઈશ્વર નથી ?
શ્રદ્ધા અને વિશ્વાસ ની સાક્ષી એ,
સાબિતી હજાર આપું.
મેં ઈશ્વર નો ચહેરો જોયો છે,
સૂરજ ની જયોતિ માં,
મધુરી શી ચાન્દની માં.
એનો આહ્લાદક સ્પર્શ માણ્યો છે,
હવા ની મીઠી લહેરો માં.
એને આબેહૂબ નિહાળ્યો છે,
બાળક ની ચમકતી આંખો માં.
એને હસતાં જોયો છે,
ગુલાબ ની કળીઓ માં.
તેનો અદભુત પ્રેમ પાયો છે,
માની મમતા માં.
તે પલપલ સાથે રહ્યો છે,
શ્વાસ ની આવન-જાવન માં.
મેં એને નાચતો જોયો છે,
મયુર ની મદમોહક કળા માં.
મેં એને ગાતાં સામ્ભળ્યો છે,
કોકિલ ના પીહુ પીહુ પુકાર માં.
મારા ગીત-સંગીત ની મહેફિલમાં,
એ સદાય હાજર રહ્યો છે.
મારી કવિતા માં -વાણીમાં,
કંઈ કેટલાય રુપ ધરી મને ચાહી રહ્યો છે.
મારા કરતાં પણ વિશેષ,
તે ણે મારી જિંદગી ચાહી છે.
હરપલ હર દિન,
નવા વેશને,પરિધાન માં,
"ગીતા"નો ગાનાર ગવૈયો,
છે નટખટ નંદકિશોર કન્હૈયો.......