Holy Worship Of Dakshinavarti Shankh And Moti Shankh Importance
દક્ષિણાવર્તી અને મોતી શંખને આ રીતે કરો સ્થાપિત, ઘરમાં થશે ધનનીવૃદ્ધિ
હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજન વગેરે શુભ કાર્યોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને દક્ષિણાવર્તી અને મોતી શંખ વિશે જણાવી રહ્યા છીએ. આ બંન્ને શંખનો ઉપયોગ જ્યોતિષીય ઉપાયોમાં કરવામાં આવે છે.
દક્ષિણાવર્તી શંખઃ-
જ્યોતિષીય ઉપાયોમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણા પ્રકાની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી પણ આવતી નથી, પરંતુ તેને ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જ જોઇએ.
આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-
લાલ કપાડની ઉપર દક્ષિણાવર્તી શંખને રાખીને તેમાં ગંગાજળ ભરવું અને કુશ(એક વિશેષ પ્રકારની ઘાસ)ના આસન પર બેસીને આ મંત્રનો જાપ કરવો-
ऊं श्री लक्ष्मी सहोदराय नम:
આ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવો.
ઉપાયઃ-
1- દક્ષિણાવર્તી શંખને અન્ન ભંડારમાં રાખવાથી અનાજ, ધન ભંડારમાં રાખવાથી ધન, વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની ક્યારેય કમી આવતી નથી. બેડરૂમમાં તેને રાખવાથી શાંતિનો અનુભવ થાય છે.
2- આ શંખમાં શુદ્ધ જળ ભરીને, વ્યક્તિ, વસ્તુ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, તંત્ર-મંત્ર વગેરેનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.
3- તેને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારની નકારાત્મક ઉર્જા આપમેળે જ સમાપ્ત થઇ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
મોતી શંખઃ-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મોતી શંખ એક વિશેષ પ્રકારનો શંખ છે. આ સામાન્ય શંખથી થોડો અલગ જોવા મળે છે અને થોડો ચમકદાર પણ હોય છે. આ શંખને વિધિ-વિધાનથી પૂજન કરી જો તિજોરીમાં રાખવામાં આવે તો ઘર, ઓફિસ અને દુકાનમાં પૈસા ટકવા લાગે છે. આવકમાં વધારો થાય છે.
ઉપાયઃ-
-કોઇ બુધવારે સવારે સ્નાન કરી સાફ કપડામાં પોતાની સામે મોતીનો શંખને રાખવો અને તેના પર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવી લેવું. ત્યાર પછી નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.
श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:
-મંત્રનો જાપ સ્ફટિક માળાથી જ કરવો. મંત્રોચ્ચારની સાથે એક-એક ચોખાનો દાણો આ શંખમાં ઉમેરતા રહેવું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોખાના જે દાણાનો તમે ઉપયોગ કરવા જઇ રહ્યા છો તે તૂટેલાં ન હોવા જોઇએ. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરતાં રહેવું જોઇએ.
-આ પ્રકારે રોજ એક માળા જાપ કરવો. આ ચોખાના દાણાઓને એક સફેદ રંગના કપડાની થેલીમાં રાખવા અને અગિયાર દિવસ પછી ચોખાની સાથે શંખને પણ તે થેલીમાં રાખીને તિજોરીમાં રાખવાં. થોજા દિવસોમાં ધનવૃદ્ધિના યોગ બનવા લાગશે.