થઈ ગયા વેરાન ઘર સુના આગંણ રહી ગયા અવંસરો વીતી ગયાં ને શુષ્ક તોરણ રહી ગયા થયું બરબાદ ઉપવન એના કારણ રહી ગયા વુક્ષ ના માળા સળગી ગયા ને બળતણ રહી ગયા મનં ને નડે છે હજી ભુતકાળ ના સંભારણા ન રહ્યો સામાન કીન્તુ એના ભારણ રહી ગયા માનવી ગુમ થઈ ગયા વ્યક્તિત્વ ના વિસ્તારમાં રૂપ સૌના ઉડી ગયા ને માત્ર દપૅણ રહી ગયા એમજ સંકેલાઈ ગઈ જીવન કથા તારા વિના થઈ ગયું પુસ્તક પુરુ ને પ્રકરણ રહી ગયા હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની એ પરાયા થઈ ગયા તોય સંગપણ રહી ગયા... મીનુ