યુધ્ધ થી પણ વધુ ખુવારી રોગ કરી જાણે,
માનવદેહ મોંઘી મૂડી કદર કરી તું ના જાણે,
આધિ, વ્યાધિ ને ઉપાધિમાં કેન્સર! મારી જાણે,
કેન્સર થી તું થવાનો કેન્સલ શીદને ભય પામે?
દરેક દર્દ ની હોય દવા તું સારી રીતે જાણે,
તાજુ ભોજન, શ્રેષ્ઠ વિચાર ને સાદું જીવન બચાવી જાણે.
🦀 વિશ્વ કેન્સર દિવસ 🦀
વિશ્વ કેન્સર દિવસ દરવર્ષે ૪ ફેબ્રુઆરી નાં દિવસે Uiic(યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ) દ્વારા ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવી તંદુરસ્ત જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનો છે