ભગવાન વિષ્ણુના વચનોનો સંગ્રહ છે વિષ્ણુ પુરાણ
હિંદૂ ધર્મમાં વિષ્ણુ પુરાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુના તમામ અવતારો અને જીવન વિશે અને મૃત્યુ વિશેની પણ કેટલીક માહિતીઓ સંઘરાયેલી છે. સ્વયં ભગવાન વિષ્ણુના વચનોનો સંગ્રહ છે વિષ્ણુ પુરાણ. જેમાં તેમણે કેટલીક વાતો માતા લક્ષ્મીને તો કેટલીક વાતો ગરુડજીને તો કેટલીક વાતો નારદજીને કહી છે. વિષ્ણુ પુરાણમાં કહેવાયેલી વાતો કળિયુગમાં વિશેષ મહત્વ ધરાવે છે. જો તેના વિશે ઉંડાણ પૂર્વક વિચારવામાં આવે તો તે માનવ જીવન પર પ્રકાશ પાડે છે. જીવનની દરેક મુશ્કેલીઓનો હલ તેમાંથી મળે છે.
વિષ્ણુ પુરાણની રચના મહર્ષિ વેદ વ્યાસ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાચું ખોટું જેવી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. સાથે જ જીવનને યોગ્ય અને ધાર્મિક માર્ગ પર કેવી રીતે ચલાવી શકાય તે વાતનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
વિષ્ણુ પુરાણ અનુસાર જે વ્યક્તિ બીજાના વિષયમાં વિચારે છે તે સ્વાર્થથી બિલકૂલ દૂર છે તે વ્યક્તિ જ કળિયુગમાં અતિ સફળતાને પ્રાપ્ત કરે છે. સાથે જ આ ગ્રંથમાં વ્યવસાય અને જીવન મૂલ્યોનો સુંદર સમન્વય પણ આ ગ્રંથોમાં વર્ણવાયો છે. જેમ કે વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વાતો અને વસ્તુઓનો ઉલ્લેખ છે કે જે કોઈ પણ સંજોગોમાં તેનો સાથ ન છોડવો જોઈએ. જો તમે ગરીબી કે સ્થિતિ સામે લડતાં હોય તો પણ તમારે એ વસ્તુઓને ન વેંચવી જોઈએ. તે તમારા માટે પાપ માનવામાં આવશે.
તે પ્રમાણે કોઈ ભૂખ્યા કે ગરીહ લોકો પાસેથી ફળ કે શાકભાજી જેવી આવશ્યક ચીજોનું મૂલ્ય લેવું વર્જિત માનવામાં આવે છે. આ રીતે ગરીબ વ્યક્તિને મીઠું વેચવું એ પણ અપરાધ છે. તેનું દાન ઉત્તમ ગણાવાયું છે. કોઈ જરૂરિયાતમંદ અને અસહાય વ્યક્તિને દવાઓની વેચાણ કિંમતમાં પૈસા કમાવવા એ પણ અપરાધ છે.
વિષ્ણુ પુરાણ પ્રમાણે કેટલાંક ખાદ્ય પદાર્થોને અતિ શુભ અને પવિત્ર માનવામાં આવ્યા છે. તેને કોઈ પણ રૂપે વેચવા ન જોઈએ પણ દાન કરવું જોઈએ તેવો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને ગોળ અને સફેદ તલને ક્યારેય ન વેચવા ન જોઈએ તેવું હિંદુ ધર્મમાં વિધાન છે.
વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને નારદજી વચ્ચેના સંવાદો થકી આ પૃથ્વી પરના લોકોના જીવનને વધું સુગમ કેમ બનાવવા તે વિશે ઉકેલ દર્શાવાયા છે. તો વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડજી સાથે કરેલા સંવાદો થકી મૃત્યુ પછી માનવીની ગતિ વિશે ઉલ્લેખો જોવા મળે છે. આમ વિષ્ણુ પુરાણ એ માનવ જીવન અને મૃત્યુ પર પ્રકાશ પાડતો ગ્રંથ છે. તેનું વાંચન અવશ્ય કરવું જોઈએ.