મહાકાળના અર્ધાંગિની મહાકાળીની ઉત્પતિ એ ખોલી નાંખ્યાં તંત્ર-મંત્ર સાધનાના દ્વાર
જ્યારે પૃથ્વી પર અસુરોનો ત્રાસ એટલી હદે વધી ગયો કે તેનો નાશ સ્વયં મહાદેવ માટે તે દુષ્કર થવા લાગ્યું ત્યારે દાનવોના સંહાર માટે દેવી શક્તિઓએ એક થવું તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું. કહેવાય છે કે એક વાર જ્યારે સંપૂર્ણ જગત જલમગ્ન હતું અને ભગવાન વિષ્ણુ શેષનાગની શૈય્યા પર યોગનિદ્રામાં હતા, તે સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે ભયંકર રાક્ષસો ઉત્પન્ન થયાં. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થઈ ગયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે આ બંને અસુરોને પોતાની પાસે આવેલા અને ભગવાન વિષ્ણુને યોગનિદ્રામાં પોઢેલા જોયાં. તેમણે ભગવાન વિષ્ણુને ઉઠાડવા માટે તેમના નેત્રોમાં રહેલી યોગનિદ્રાનું સ્તવનગાન કરવું શરૂ કર્યું.
તે સમયે દેવી મહામાયા ઉત્પન્ન થયાં. બ્રહ્માજી દ્વારા સ્તવન કરાતાં મહામાયા પોતાના દસ હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, શૂળ, ભુશુષ્ડિ, મસ્તક અને શંખ ધારણ કરેલા અને દિવ્ય અંગ અને આભૂષણોથી વિભૂષિત જોવા મળ્યાં.
આમછતાં ભગવાન વિષ્ણુની આંખ ખુલી નહિં. સમગ્ર દેવતા ત્યારે એકઠાં થયાં અને ભગવાન શિવની પાસે ગયાં. આ પછી તમામ દેવી દેવતાઓએ પોતાની શક્તિઓનો આવિર્ભાવ આ મહામાયામાં કર્યો. જેને પગલે મહાકાળી પ્રગટ થયાં. તેમના ત્રીજા નેત્રથી તે દેવગણનો નિહાળવા લાગ્યા. ત્યારે સમસ્ત દેવતાઓએ મધુ કૈટભનો નાશ કરવા વિનંતી કરી. તેના અત્યાચારોનું વર્ણન કર્યું. જેને પગલે દેવી મહાકાળી ક્રોધિત થઈ ઉઠ્યાં. અને તેમના નેત્રોથી અંગારા સમાન લાલ થઈ ઉઠ્યા. તે નિકળી પડ્યા.
મધુકૈટભની નજર તેમના દૈહલાલિત્ય પર પડી. તેની દાનત બગડી. માતા મહાકાળીએ આ અસૂરોનો ત્યાંજ નાશ કર્યો. ત્યારે સમગ્ર દેવલોક અને પૃથ્વીવાસીઓએ તેમને તમામ રાક્ષસોનો સંહાર કરવા વિનંતી કરી. તે પછી માતાએ રક્તબીજ અને શુંભ-નિશુંભનો સંહાર કર્યો. પૃથ્વી પરથી અનેક દૈત્યોનો સફાયો કર્યો.. પૃથ્વી અસુરોના ત્રાસમાંથી મુક્ત થઈ. આખરે મહાદેવે મહાકાળીના ચરણ પાસે સૂઈને તેમના ગુસ્સાને શાંત કર્યો. પોતાના પતિ પર પોતાનો પગ આવી જતાં માતા તરત જ શાંત થયાં.
અહિં વાત કરવી છે બ્રહ્માજીએ કેવી રીતે કરી મહામાયાની ઉત્પતિ
મંત્ર તંત્રના સ્થાપક અને સર્જક આમ તો ખુદ આદ્યશક્તિ પોતે અને ભગવાન શિવને માનવામાં આવે છે. પણ બ્રહ્માજીએ તેનો ફેલાવો કર્યો. કહેવાય છે કે સંસારની ઉત્પતિ માટે દેવી શક્તિએ લોહીના ત્રણ ટીપા લઈને તેને ત્રિકોણાકારે ગોઠવી તેમાંથી જીવની ઉત્પતિ કરવા પ્રયત્ન કર્યો. તેમાંથી પહેલાં બ્રહ્માજી, વિષ્ણુ અને મહાદેવની ઉત્પતિ થઈ. આ ત્રણ ટિપાઓ અને તેના એકમેકમાં છેદનથી થતી લાઈનોથી ત્રિકોણની ઉત્પતિ થઈ પછી ત્રિકોણની વિવિધ સ્વરૂપે ગોઠવણી અને તેના પર ત્રાટકથી તંત્ર મંત્ર શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. ત્રાટક સાથે મંત્રોની જરૂરિયાત જણાઈ. તે પછી કાળક્રમે મંત્રોના ધ્વનિ તરંગો પ્રાણ પ્રતિષ્ઠા મંત્રો થકી કરાયેલા આહવાનથી મહામાયા, દલ મહાબલ વિદ્યાઓ અને યોગીનીઓની ઉત્પતિ થઈ. આ મહામાયા જ મહાકાળી તરીકે ઓળખાયા. વિષ્ણુ ભગવાન યોગનિદ્રામાં હતા ત્યારે આ પ્રયોગ થકી જ બ્રહ્માજીએ મહામાયાની ઉત્પતિ કરી