આ વાસંતી વાયરો
જાણે ફૂલોનો ડાયરો
આ કેસુડો કાચો કુંવારો
અબીલ-ગુલાલનને રંગનો ફૂવારો
મધુકરોનો ગણગણાટ
પંખીઓનો કલબલાટ
આમ્રમંજરીનો મુશાયરો
આ વાસંતી વાયરો
આનંદનો ઉછળે દરિયો
સપનામાં આવે સાંવરિયો
કવિ હ્રદયને ઘણો પ્યારો
ગગલનો ગણી લો ક્યારો
જાણે ફૂલોનો ડાયરો
આ વાસંતી વાયરો
શરદ ત્રિવેદી