મોટા ઘરમાં અવસર આવ્યો, પરિવાર છે નહીં,
વધુ અભ્યાસ ઉચ્ચ શિક્ષણ, શિષ્ટાચાર છે નહીં.
મોંઘી દવા સુસજ્જ સુવિધા, હેલ્થ છે નહીં,
પહોંચ્યા ચાંદ પર ઓળખાણ પાડોશીની છે નહીં.
વધુ કમાણી ભાગદોડ ની જિંદગી, સુકુન છે નહીં,
બૌધિક સ્તર ઊંચું પરસ્પર ભાવના છે નહીં.
નોલેજ વધારે વડીલોપાર્જિત બુધ્ધિ છે નહીં,
પ્રેમ સંબંધ ઘણા મા-બાપ પ્રત્યે પ્રેમ છે નહીં.
મોંઘી ઘડિયાળો છે હાથમાં, સમય તો છે જ નહીં,
માણસો ઘણા મળતાં જિંદગીમાં,માણસાઈ છે નહીં.
દિપ્તીબેન પટેલ "શ્રીકૃપા"