ઊગી સોનલ વરણી સવાર, વસંત ના વધામણાં રે.
ઉડયા અબીલ ગુલાલ ગગન, વસંત ના વધામણાં રે.
ઊભા ગલગોટા કરે સત્કાર, વસંત ના વધામણાં રે.
હસે ગુલાબ મોગરા ને સંગ,વસંતના વધામણાં રે.
ડોલે ડોલર ને ચંપો મહેકે, વસંતના વધામણાં રે.
વાયો સુગંધી વાયરો વન, વસંતના વધામણાં રે.
સાથે ડોલે માનવી ના મન, વસંતના વધામણાં રે.
રૂડા શોભી રહ્યા વન-ઉપવન,વસંતના વધામણાં રે.
ધર્યા ધરતી એ નવલખ રૂપ, વસંતના વધામણાં રે.
"ગીતા માં કૃષ્ણ નો સંદેશ, વસંતના વધામણાં રે.
હું છું રૂતુરાજ વસંત, વસંતના વધામણાં રે.
..............ગીતા.............