ખબર નથી મને તું ક્યારે મળીશ
હું તારી રાહ જોઉં છું
હવા રૂપે આવીશ તો રજકણ બનીને
હું તારી રાહ જોઉં છું
નદીના પુર રૂપે આવીશ તો રેત બનીને
હું તારી રાહ જોઉં છું
વંટોળ રૂપ ધરી આવીશ તો સુકુ ઘાસ બનીને
હું તારી રાહ જોઉં છું
વરસાદના બુંદ રૂપે આવીશ તો ચાતક બનીને
હું તારી રાહ જોઉં છું
આમ જઈશ તેમ જઈશ ગમે ત્યાં તું જઈશ
એક આતમ સ્વરૂપે
હું તારી રાહ જોઉં છું
જોઈ હતી કાલ રાહ, જોઈ રહી છું આજ પણ રાહ
જો ઉગશે મારો આવતી કાલનો સુરજ
તો એ જ કહીશ તને
હું તારી રાહ જોઉં છું
હથેળીમાં રાખેલ દીવો ઓલવાવા નહીં દઉં
મળજે એકવાર, દૂર તને જાવા નહીં દઉં
આજ નહિં તો કાલ મળીશ જ તું એકવાર
વિશ્વાસ છે આ આતમને તુટવા નહીં દઉં
ખબર નથી મને તું ક્યારે મળીશ ???
આવીશને મળવા તું એકવાર ???
કારણકે,,,
હું તારી રાહ જોઉં છું, હું તારી રાહ જોઉં છું
તેજલ વઘાસિયા "તેજુ"
30/1/2020 Thursday