કાપીને પાંખ પોતાની ઉડાવે હવે તું જ એ જ ઈચ્છા રાખી હતી,
નયનોથી અદ્વૈતની પ્રતિતી કરવા જીવનભર વાટ જોતી હતી.
મૃગજળ જેમ વેરવિખેર લાગણીઓને ભેગી કરતી હતી,
જગની ખારાશ મીટાવવા મહાસાગરમાં ડૂબકી મારતી હતી.
કઠિન રસ્તાઓ ઉપર હરિ સ્મરણ જપતાં ડગ ભરતી હતી,
નરસૈંયા મીરાંની જેમ કસોટીની નદીઓ પાર કરવી હતી.
સત્યતા વેદ પુરાણોમાં હરિદર્શન માં અતૂટ શ્રદ્ધા રાખતી હતી,
અદ્રશ્ય હાથથી આપી તમે હાજરી હરિ મિલનથી મહેંકી હતી.
મોત સાથે મિત્રતા કરીને અંત સમયે સ્તુતિ કરવી હતી,
"શ્રીકૃપા" કરો મરીઝ છું હું મજબૂત મનોબળે પ્રાર્થના કરતી હતી.
દિપ્તી પટેલ "શ્રીકૃપા"