ઝૂકાવીને નજર મેં આજ બંદગી કરી છે,
ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.
હાથ ઉઠાવી મેં આજ ઈબાદત કરી છે,
ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.
કરી દિલ બેચેન મેં આજ ઈનાયત કરી છે,
ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.
મારી ચાહતની મેં આજ કબુલીદગી કરી છે,
ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.
જન્મોજનમ તું મળે મેં આજ દુઆ કરી છે,
ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.
-કુંજદીપ.🌹