ખુબજ ઓછા લોકોના હાથમાં જોવા મળે આ નિશાન, રાજનૈતિક પદ પર શોભી ઉઠે
હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળી પર બનતી આકૃતિ તમારા ભવિષ્ય વિશે સચોટ માહિતી આપે છે. તેનું ફળ નિશ્ચિત પણે હાથમાં જોવા મળે છે. જો તમારા હાથમાં શંખ, ક્રોસ, ત્રિશૂળ, ત્રિભૂજ કે ત્રિકોણ, ચોરસ કે રથ, મત્સ્ય જેવી નિશાનીઓ જોવા મળે છે તો તે નિશ્ચિતપણે તેનું શુભ ફળ જોવા મળે છે. આવી જ એક નિશાની છે હાથમાં અંગ્રેજી મૂળાક્ષર Mની. આ નિશાન બહું જ શુભ નિશાન માનવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર ચાલો જાણીએ કે શું છે Mની ખાસિયતો.
જે કોઈની હથેળી પર Mનું નિશાન બનતું હોય તો એવા વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ પહેલેથી જ મેળવી લે છે. એટલે કે તે ઘટે તે પહેલાં જ તેનું પૂર્વાનુમાનનો આભાસ તેમને થઈ જાય છે. આવા વ્યક્તિને ઘટના વિશે પહેલેથીજ ચિતાર મળી જતો હોય તેમ અગમ્ય રીતે જ તે વિશેની યોજના બનાવી લે છે. જે કારણે તેમને તેમના કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.
જો કોઈ વ્યક્તિની હથેળીમાં જીવન રેખા, હૃદયરેખા અને મસ્તિષ્ક રેખાના છેદનથી M અક્ષર જેવી નિશાની બનતી હોય તો તે વ્યક્તિ સારું નેતૃત્વશક્તિ ધરાવતો જોવા મળે છે. આ વ્યક્તિ સારો નેતા બને છે. તેને નિશ્રિતપણે કોઈ મોટું રાજનૈતિક પદ પ્રાપ્ત થાય છે.
જો કોઈની હથેળીમાં અંગ્રેજી અ્ક્ષર M બનતો હોય તો એ વ્યક્તિના કલ્પનાશક્તિ પણ ખુબ જ સારી હોય છે. આવા વ્યક્તિ વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર. લેખક અને સાહિત્યકાર બને છે. આ લોકોની પાસે પૈસા સામે ચાલીને આવે છે. આવા લોકો કોઈપણ ક્ષેત્રે કિસ્મત અજમાવે તો તેમાં સફળતા મેળવે છે. આમ હથેળીમાં બનતું Mનું નિશાન એ વ્યક્તિ માટે ઈશ્વરના વરદાન સમાન નિવડે છે.