ચાણક્યની આ નીતિનો અમલ કરવાથી ભણવામાં લાગે છે મન
જીવનને કેવળ એક જ ચીજ બહેતર બનાવી શકે છે, તે છે શિક્ષણ. તેમાં એટલી તાકાત છે કે રંકને રાજા સમાન સુખની પ્રાપ્તિ કરાવે છે. સમાજ અને વિશ્વમાં માન અને સન્માન અપાવે છે. શિક્ષણના મહત્વને સમજાવતા આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં તે વિશે વિશેષ ઉલ્લેખ કર્યો છે.
ચાણક્ય એક શ્લોક દ્વારા જણાવે છે કે વિદ્વાનોને આપમેળે જ મળી જાય છે પ્રતિષ્ઠા
વિદ્વાન્ પ્રશસ્યતે લોકે વિદ્વાન્ ગચ્છતિ ગૌરવમ્ |
વિદ્યા લભતે સર્વ વિદ્યા સવર્ત્ર પૂજ્યતે ||
આચાર્ય ચાણક્ય શ્લોકના માધ્યમ દ્વારા કહે છે કે જે વિદ્યાને પૂજે છે તે શિક્ષણના મહત્વને સમજીને તેને પ્રાપ્ત કરે છે. તેની વિદ્વતાને દુનિયા સન્માન આપે છે અને પ્રશંસા આપમેળે મળે છે. વિદ્વાનને માન સન્માન સમેત આદર વૈભવ બધું જાતે જ મળી જાય છે.
રૂપયૌવનસંપન્ના વિશાલ કુલસમ્ભવાઃ |
વિદ્યાહીના ન શોભન્તે નિર્ગન્ધા ઈવ કિંશુકાઃ ||
શ્લોકમાં આગળ કહેવાયું છે કે તમે ભલે જ રૂપ યૌવનથી સંપન્ન હોય પણ તમારી અંદર વિદ્યા અને જ્ઞાનનો અભાવ હોય તો રૂપ યૌવન બધું જ બેકાર છે. કુરૂપ થઈને પણ વિદ્યાથી સંપન્ન વ્યક્તિ આદરણીય હોય છે અને સમાજમાં પૂજિત હોય છે.વિદ્યાથી જ હીન મનુષ્ય ગંધહીન પુષ્પની જેમ હોય છે.
પ્રતિષ્ઠિત કૂળ અને સંપન્ન પરિવારમાં જન્મ લીધાં પછી પણ જો તમે વિદ્યા પ્રાપ્તિ ન કરી તો તમારા કૂળની મર્યાદા નષ્ટ થઈ જાય છે અને સન્માન નથી મળતું. એક ગરીબ પરિવારમાં પેદા થઈને મનુષ્ય પણ પોતાની પ્રતિભા અને જ્ઞાનથી પરિવારને સન્માનિત કરે છે.
ભવિષ્ય થઈ શકે છે નષ્ટ
જીવનમાં વિદ્યાર્થી જીવન જ બધું હોય છે. જો આ સમયનો તમે પૂરો લાભ ઉઠાવો તો જીવન સુધરી જાય છે. જીવનમાં સુખ સંપન્નતાના આધાર વિદ્યાર્થી જીવનમાં જ નિર્મિત હોય છે તેથી વિદ્યાર્થી જીવનમાં બધું જ ભૂલી શિક્ષણને હૃદયથી લગાવવી જોઈએ.