વહી જાય સમય રોકી શકાય નહીં,
હું જ એમ માનું છું કહી શકાય નહીં.
આ પળ ને ભૂતકાળ કહી શકાય નહીં,
થોડા સમયે એ જ પકડી શકાય નહીં.
સંભવ નથી સમય સમજી શકાય નહીં,
કાલની જ ઝલક પાછી લાવી શકાય નહીં.
આજને કાલ બનતા જોઈ શકાય નહીં,
કાલને ભીંત ઉપર સજાવી શકાય નહીં.
અંતને જરીકે પાછો ઠેલી શકાય નહીં,
તૃપ્તિ છે હવે ભલે મળી શકાય નહીં.
દિપ્તીબેન પટેલ "શ્રીકૃપા"