Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ્હીમાં રહેતા હતા મહાભારતના યોદ્ધા ભીમ પુત્ર ઘટોત્કચ, આ રહી નિશાનીઓ

દિલ્હીમાં એક એવું ગામ પણ છે જેના જંગલમાં ક્યારેય મહાભારત કાલીન ઘટોત્કચ રહેતા હતા. આ ગામનું નામ પણ ઘટોત્કચ સાથે આજે પણ જોડાયેલું છે. આ ગામ નફજગઢથી આશરે 18 કિમી દૂર હરિયાણાની બોર્ડર પર આવેલું છે. હાલમાં તે ઢાંસા તરીકે ઓળખાય છે. આમ તો 850 વર્ષ જૂનું આ ગામ હોવાનું કહેવાય છે. પણ પહેલાં અહિં જંગલ હતું. મહાભારતના યોદ્ધા ઘટોત્કચ અહિં રહેતા હતા. તેના કિસ્સા લોકવાયકામાં આજે પણ સાંભળવા મળે છે.

મહાભારત કાળમાં જ્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વનમાં વિચરણ કરતાં હતા. ત્યારે ભીમની મુલાકાત હિડિમ્બા નામની રાક્ષસી સાથે થઈ હતી. હિડિમ્બા અને ભીમ થકી ઘટોત્કચનો જન્મ થયો હતો. આ રીતે ઘટોત્કચ એ ભીમનો પુત્ર હતો. યુવા અવસ્થામાં જ ઘટોત્કચને વિરક્ત(સાધુ) ભાવ આવી ગયો હતો. આથી તે પ્રકૃતિના ખોળે ભમતા રહેતા હતા. તેઓ ફરતાં ફરતાં ઢાંસા પાસેના જંગલમાં આવી ગયા..
અહિંનું જંગલ તેમને બહદ પસંદ પડી ગયું. તેમણે અહિં તપસ્યા કરી હતી. તે જંગલમાં ક્યાં સુધી રહ્યાં તે વિશે કોઈ પ્રમાણ મળતું નથી. પણ આ વિશે અનેક લોકવાયકાઓ જોવા મળે છે. તે આજે પણ લોકો જણાવે છે.

કહેવાય છે કે ઘટોત્કચે ઢાંસાના જંગલોમાં તપચર્યા કરી. ઘટોત્કચ અહિં દ્રઢાસનની મુદ્રામાં તપ કરતાં હતા. બાદમાં અપભ્રંશ થઈને દ્રઢાસનનું ઢંઢાસા થઈ ગયું. આજે ઢાંસા તરીકે ઓળખાય છે. ઢાંસા પાસેનું જંગલ અતિ સુંદર હતું પણ આસપાસ પાણી માટે કોઈ સરોવર ન હતું.

કહેવાય છે કે ઢાંસાને પોતાની તપોભૂમિ બનાવતા પહેલાં ઘટોત્કચે પોતાના ઢીંચણથી જમીન પ્રહાર કર્યો હતો. જેને કારણે ત્યાં એક ઘડા આકારનું સરોવર બની ગયું. ધટોત્કચના નામ સાથે જોડીને આ સરોવરને લોકો ઘડોઈ કહે છે. જો શાસનકર્તા દ્વારા હવે આ સરોવરને પાકો કિનારો કરી દેવાયો છે. જો કે હાલમાં તો આ બાળકોનું ક્રિડાંગણ બની ગયું છે. પણ જ્યારે અહિં મેળો ભરાય છે ત્યારે આ સરોવરને ભરી દેવામાં આવે છે.

ગામના વયોવૃદ્ધ રાજપુતનું કહેવું છે કે અહિં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દાદા બૂઢાનો મેળો લાગે છે. આ મેળો પણ ઘટોત્કચના નામ પર જ ભરાય છે. મેળામાં ભજન કીર્તન, ભંડારા, બાળકો માટે ઝુલા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. મેળામાં હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે. એ સિવાય પણ અહિં એક બારાદરી છે જે દાદા બૂઢાના મંદિર તરીકે ઓળખાય છે. જેમાં ચાર ધર્મશાળાઓ છે. અને એક પરિક્રમાનો માર્ગ છે. પહેલાં ઢાંસા ગામના લોકો જ તેને ગ્રામ દેવતા માનીને પૂજતા હતા.

પણ હવે આસપાસના પાંચ ગામ તેમને ગ્રામ દેવતા માનીને પૂજે છે.
જો તમારે ઢાંસા ગામના 850 વર્ષ જૂના ગામની મુલાકાત લેવી હોય તો દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લામાં જવું પડે. આશરે 20 હજારની વસતી ધરાવતું આ ગામ દિલ્હીના છેવાડાનું ગામ છે. તે પછી હરિયાણાની સરહદ શરૂ થાય છે. આ ગામમાં જવા માટે કેનોટ પ્લેસથી મેટ્રો દ્વારા દ્વારકા(દિલ્હીનો એક વિસ્તાર) સુધી જઈ શકાય છે. તે પછી નજફગઢ થઈને ઢાંસા જઈ શકાય છે. અહિં પ્રાકૃત્તિક સૌંદર્ય તમને અભિભૂત કરી દે તેવું છે.

ઉલ્લેખનિય છે કે દિલ્હીના ઉત્તરીય વિસ્તારમાંથી વર્ષ 2007માં એક 80 ફૂટ લાંબા માનવીનું કંકાલ મળ્યું હતું. તે ઘટોત્કચનું હોવાનું કહેવાતું હતું. પણ જો કે સરકાર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આ કંકાલની લંબાઈ ઘટોત્કચની હોઈ શકે કે યતિ કે જે હિમાલયમાં રહેતા હોવાનું માનવામાં આવે છે તેની પણ હોઈ શકે છે તેમ કહેવાયું હતું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111328378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now