સંસદ જેવું દેખાય છે આ મંદિર, પણ એક સમયે હતી તાંત્રિક યૂનિર્વસિટી
જો તમે હેરી પોટર ફિલ્મના દિવાના હોય અને રહસ્યમય દુનિયામાં રસ ધરાવતા હોય તો તમને કદાચ ખબર નહિં હોય કે ભારતમાં એક એવું મંદિર છે કે જે દેખાય છે દિલ્હીમાં આવેલા સંસદભવન જેવું, પણ વાસ્તવમાં હતી તાંત્રિક યૂનિવર્સિટી. એક જમાનામાં આ સ્થળ તાંત્રિક યૂનિવર્સિટી તરીકે ઓળખાતું. અહિં ભારત સિવાય વિદેશોમાંથી પણ લોકો આવે તંત્ર મંત્રનો અભ્યાસ કરવા આવતા.
હકીકતમાં ભારતમાં ચાર ચોંસઠ જોગણી મંદિર છે. જેમાંથી બે મંદિર ઓડિશામાં અને બે મંદિર મધ્યપ્રદેશમાં છે. મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલું ચોંસઠ યોગિની મંદિર સૌથી મુખ્ય અને સૌથી પ્રાચીન છે. તે આજે પણ ખુબ સારી દશામાં જોવા મળી રહ્યું છે. આ મંદિર તંત્ર- મંત્ર માટે ખુબ પ્રસિદ્ધ હતું. તેથી આ મંદિરને તાંત્રિક યૂનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિં દેશ ઉપરાંત વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અધ્યયન માટે આવે છે. તંત્ર મંત્રના પાઠ ભણે છે. તો ચાલો જાણીએ મુરૈના સ્થિત આ ચોંસઠ યોગિની મંદિરની વિશેષતાઓ વિશે….
આશરે 200 સીડીઓ ચઢીને આ મંદિરમાં પહોંચી શકાય છે. આ મંદિરી મધ્યમાં એક વૃતીય આકારનો અનેક સ્તંભો ધરાવતો ખુલ્લો મંડપ છે. તો એવા જ આકારના અહિં 64 રૂમો છે. દરેક રૂમમાં એક શિવલિંગ છે. મંદિરની સ્થાપના સને 1323માં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ મંદિર ક્ષત્રિય રાજાઓની દેણ હોવાનું પણ કહેવાય છે.
આ મંદિરમાં દરેક રૂમમાં શિવલિંગની સાથે સાથે યોગિનીની મૂર્તિઓ પણ હતી. પણ હાલમાં તેમાંથી કેટલીક ચોરી થઈ ગઈ છે. જેને પગલે હવે આ મૂર્તિઓને દિલ્હી સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. આ 64 યોગિનીની મૂર્તિઓને કારણે આ મંદિરને 64 યોગિની મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે તે 101 સ્તંભો પર ટકેલું છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ મંદિરને આરક્ષિત ઐતહાસિક સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે.
બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસે આ મંદિરના આધાર પર દિલ્હીમાં સંસદ ભવનની રચના કરાવી હતી. જેની નોંધ ન તો કોઈ ચોપડીઓમાં છે કે ન તો સંસદની વેબસાઈટ પર છે. સંસદ હુબહુ આ મંદિર જેવો ઢાંચો ધરાવે છે. એવું નથી કે બહારથી જ આ મંદિર જેવું છે પણ અંદરથી પણ મંદિર જેવો જ ઢાંચો ધરાવે છે.
સ્થાનિક લોકો આજે પણ માને છે કે આ મંદિરમાં આજે પણ શિવની તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે. અહિં આજે પણ રાતે રહેવાની પરવાનગી આપવામાં આવતી નથી. ન તો માણસોને ક ન તો પ્રાણી પક્ષીઓને આ મંદિરમાં રાતવાસો કરવા દેવામાં આવે છે. તંત્ર સાધના માટે મશહૂર આ મંદિરમાં શિવની યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી.
આ 64 યોગિનીઓ એ માતા આદિશક્તિ કાળીનો અવતાર છે. ઘોર નામના દૈત્યની સાથે યુદ્ધ કરતાં માતા કાલીએ આ અવતારો લીધાં હતાં. આ દેવીઓ થકી દસ મહાવિદ્યાઓ અને સિદ્ધિ વિદ્યાઓની ગણતરી કરવામાં આવે છે. આ તમામ યોગિની તંત્ર અને યોગ વિદ્યાઓ સાથે સંબંધ ધરાવે છે.
આ મંદિરને એક સમયે તાંત્રિક યૂનિવર્સિટી તરીકે ઓળખવામાં આવતું હતું. ક્યારેક આ મંદિરમાં તાંત્રિક સિદ્ધિઓ હાંસલ કરવા માટે તાંત્રિકોથી રચ્યુંપચ્યું રહેતું હતું. દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અહિં તંત્ર – મંત્રની વિદ્યાઓ શીખવા લોકો આવતા હતા. આજે પણ કેટલાંક તાંત્રિક છે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અહિં આવીને યજ્ઞ કરે છે. આ મંદિરને ઈકંતેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.