યાદો..
વિચારોનાં અશ્વ પર બેસીને આવતી યાદો તારી હાહાકાર કરે છે.
ક્યારેક આવવામાં વાર કરે અને ક્યારેક આવીને એ ઉંડો વાર કરે છે.
દુઃખ,પીડા,મુશ્કેલી,જવાબદારી કે દગાથી ના તૂટેલા મુજને,
હથિયાર બની યાદો તારી ભીતર સુધી ચકનાચૂર કરે છે.
કામમાં હોઉં તો સતાવતી નથી ક્યારેય મુજને તારી આ યાદો,
પણ આવી ચડે અચાનક તો અમુક રાતોની એ સીધી સવાર કરે છે.
નદીકિનારે માથું મૂકી તારાં ખોળે પસાર કર્યો હતો જે મીઠો સમય,
એની મીઠી યાદો આવે ત્યારે એ દિવસને મારાં તહેવાર કરે છે.
યાદો છે તો બસ યાદો બની જતી રહેતી હોય એ સારું કહેવાય,
પણ આ તો મુજ પથ્થરદીલને પણ રડાવવાની કોશિશો હજાર કરે છે.
બીજી બેવફાઓની માફક તું પણ નીકળી કેવી જાલિમ સંગદિલ સનમ,
જે પોતે આવે નહીં અને ફક્ત યાદો મોકલીને જૂઠો વ્યવહાર કરે છે.
હાથમાં હતો હાથ તારો તો લડી લેતો દુનિયા સામે તારો 'શિવાય',
પણ હવે તો નાની અમથી યાદો મુજને જાહેરમાં લાચાર કરે છે.
વિચારોનાં અશ્વ પર બેસીને આવતી યાદો તારી હાહાકાર કરે છે...
********
-જતીન.આર.પટેલ (શિવાય)💐