Quotes by Ghanshyam Patel in Bitesapp read free

Ghanshyam Patel

Ghanshyam Patel

@ghanshyampatel1130


પચાસ પુરા થઈ ગયા ,
ત્યારે ફાળ પડી કે ,
હજુ સાચું જીવવાનું
તો બાકી છે.

શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે , મણકાઓ ઘસાઈ ગયા છે.

આંખોને જ્યાં ખોલી સ્વપ્નાંઓ જોવા માટે,
ત્યાં ખબર પડી કે , આંખોમાં તો મોતિયા છે.

દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,
ત્યાં ખબર પડી કે , એક બે નસો જ બંધ છે.

મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,
ત્યાં ખબર પડી કે , શ્વાસ તો સાવ ટૂંકા જ છે.

સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,
પણ બધાં જ તેમની જિંદગીમાં વ્યસ્ત છે .

થોડાં અધૂરાં સંવાદો ફરી કર્યા પત્ની સાથે,
ત્યારે ખબર પડી કે , તેને તો કાનમાં બહેરાશ છે.

અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી .
ત્યારે અહેસાસ થયો કે ,
શાંતિનો વાસ તો અહીં જ છે .

એટલે જ તો કહેવાય છે કે ,
પુરૂષો ને પિયર નથી હોતું , પણ મિત્રો નું વૃંદાવન હોય છે .

Read More

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


એ જ વાતથી ગજ-ગજ ઉઠે છાતી ,
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી .

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ,
ગુજરાત….....

સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ એટલે ,
ગુજરાત….....

સમજદારી ભરી સમતાનુ સરનામુ એટલે ,
ગુજરાત….....

જય જય ગરવી ગુજરાત .


ગુજરાત સ્થાપના દિવસે તમામ વૈશ્વિક ગુજરાતીઓને અભિનંદન અને પ્રણામ .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા .

Read More

होता अगर मुमकिन तुझे सांस बनाकर रखता सीने में ,तू रुक जाती तो में नही,
मैं रुक जाता तो तू नही।

આપણા ગુજરાતીઓ માં શ્રીરામ ભરપૂર છે.


નમસ્કાર પછી ,
સૌ પ્રથમ તો રામ રામ .

મુસીબતથી બચી જાય તો ,
રામ રાખે તેને કોણ ચાખે .

ના ખબર પડે તો ,
મારો રામ જાણે .

જતું કરવા માટે ,
એને રામ રામ કરો .

ભાંગી જાય ત્યારે કહે ,
રામ રોટલો થયો .

દવા દેતી વખતે બોલે ,
આ તો રામ બાણ ઇલાજ છે .

સારી જોડી જુએ તો કહે ,
આ તો રામ સીતાની જોડી .

જીવનમાં જલસા હોય તો કહે,
રામ રાજ્ય અને પ્રજા સુખી .

અને ......

છેલ્લે મરતી વખતે પણ ,
એના રામ રમી ગયા .

સ્મશાનમાં જતી વખતે પણ ,
રામ બોલો ભાઈ રામ .......
રામનામ સત્ય હે .


|| જય શ્રી રામ ||

🙏રામ નવમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 🙏

Read More

જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ
કમાવવા માં વ્યસ્ત રહે છે ,આજે તેમને સમર્પિત છે ,
આ નાનકડી રચના.........

કેવી રીતે 23 વર્ષ થી 56
વર્ષની આ સફર પુરી કરી.....
ખબર જ ના પડી .

શુ પામ્યા શુ ગુમાવ્યું.....
ખબર જ ન પડી .

બચપણ ગયુ , ગઈ જવાની .
ક્યારે પ્રૌઢ થયા.....
ખબર જ ના પડી .

કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો.....
ખબર જ ના પડી .

કોઈ કહેતું ડફોળ છે ,
કોઈ કહેતું હોશિયાર છે .
શુ સાચું હતું.....
ખબર જ ના પડી .

પહેલા માં બાપ નુ ચાલ્યું ,
પછી પત્ની નુ ચાલ્યું .
પછી ચાલ્યું છોકરાઓનુ ,
મારું ક્યારે ચાલ્યું.....
ખબર જ ના પડી .

દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ ,
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા.....
ખબર જ ના પડી .

વાળ જતા રહ્યા , ગાલ લબડી ગયા .
ચશ્માં આવી ગયા ,
કયારે સુરત બદલાઈ ગયી.....
ખબર જ ના પડી .

કાલ સુધી કુટુંબ જોડે હતા ,
કયારે કુટુંબ વિખરાયા ,
કયારે નજીક ના દૂર ગયા.....
ખબર જ ના પડી .

ભાઈ બહેન સગા સબંધી ,
ટાણે તહેવારે ભેગા મળે ,
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી.....
ખબર જ ના પડી .

જીંદગી ને જીવ ભરી જીવી લે ,
પછી ન કહેતો કે............
ખબર જ ના પડી .

--- અજ્ઞાત. 🙏

Read More

तो क्या हुआ ?
जो आप नहीं मिलते हमसे ,

फिर भी जिंदगी तो कटती ही रहती है।

और जिंदा भी तो हे हम।

(૧) ઉનાળાનું પહેલું અમૃત !

ખારી, મીઠી છાશ! ૪/૫ ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ.


(૨) ઉનાળાનું બીજું અમૃત !

કાચી કેરીનો બાફલો, ૨/૪ ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો.(૩) ઉનાળાનું ત્રીજું અમૃત !

લીલા નારિયેળનું પાણી, જલ ક્ષય મટાડે ભલે જાત હોય બફાની.(૪) ઉનાળાનું ચોથું અમૃત !

તીખી, રડાવતી ડુંગળી, ગમે તેટલી લુ લાગે, તેને જાય છે ગળી.(૫) ઉનાળાનું પાંચમું અમૃત !

લીંબુ ખાટું ખાટું, શરબત બનાવી ને પીવો, તો લુને મારે પાટું.(૬) ઉનાળાનું છઠ્ઠુ અમૃત !

લીલું લીલું તરબૂચ! તેના શરબત પીવાથી દૂર થાય, ઓછા પેશાબની ગૂંચ.


(૭) ઉનાળાનું સાતમું અમૃત !

ગુલાબનો ઠંડો ગુલકંદ! દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ.


(૮) ઉનાળાનું આઠમું અમૃત !

કોકમનું શરબત ! હાયપર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત.(૯) ઉનાળાનું નવમું અમૃત !

મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો તો નહિ નડે કાળો ઉનાળો.(૧૦) ઉનાળાનું દસમું અમૃત !

કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર.(૧૧) ઉનાળાનું અગિયારમું અમૃત !

કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લુને તે પાછળથી મારે ધબ્બો.


(૧૨) ઉનાળાનું બારમું અમૃત !

પાકી કેરીનો રસ, સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ.ઉનાળાના આ છે અમૃત બાર,

જે ઉનાળાના રોગોને કરે છે ઠાર.

Read More

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

માં આધ્યાશક્તિની આરાધનાના પાવન પર્વ …….

ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

🛕🙏જય શ્રી અંબે 🙏🛕

Read More

जुड़े रहने के लिए बेइंतहा भरोसा चाहिए ,


और बिछड़ने के लिए ,
एक गलतफहमी काफी है ।

आज ही तुमने break up किया,मुझे लगा कि तुम अभी बोलोगी
April fool !!!