રવિવારનો વિચાર
શનિવાર ની સંધ્યા ટાણે એ ચા ની રેંકડી પર કામ કરતા એ નાના ગરીબ બાળકને સામે ના ટેબલ પર બેઠેલ ગ્રાહકોને ચા આપવા માટે માલિકે કહ્યું.
બાળકને પણ આ અંતિમ ગ્રાહકોને ચા આપીને ઘરે જવાની ખુશી ભરી ઉતાવળ હતી.
માલિકે મહેનત પેટે ૫૦ રૂપિયા આપતા મુખ મરડીને એટલું કહ્યું કે કાલે રવિવાર છે તો રજા રહેશ.
આ સાંભળતા જ તેની બધી જ ખુશી કાલે કેમ ની સગવડ કરવી તે ચિંતા માં મરી ગઈ.
તેમ છતાં તેને મળેલ ૫૦ રૂપિયા માંથી તેની નાની બહેન માટે દુધની થેલી અને માંદી માં માટે દવા લઈને ઝડપી ઘર તરફ જતી ભીડને ચીરીને ધીમે ડગલે ડગલે ઘર તરફ ચાલવા લાગ્યો.