ગરૂડ પુરાણઃ 1 એવી રીત જે જણાવશે, તમારી સામે ઉભેલા વ્યક્તિના મનની વાત
ભરોસા અને પ્રેમ જીવનમાં બધી જ સંબંધોનું મૂળ હોય છે, આ માટે કોઇપણ વ્યક્તિને સમજવું ખૂબ જ સહેલું હોય છે. જોકે, કોઇના પણ મનની વાત જાણવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ શાસ્ત્રો મુજબ મનોબળ એક એવી વસ્તુ છે જે જીવનમાં કોઇપણ મુશ્કેલી કે સમસ્યાને પાર લગાવવામાં મદદ કરે છે. મનોબળને જાળવી રાખવા માટે જરૂરી છે કે મનુષ્ય સાચા અને ખોટાનો અર્થ સમજીને કામ અને વ્યવહાર સાધવાની કળામાં શ્રેષ્ઠ બને. જેનાથી જીવન અને સંબંધોને વધુ વ્યવસ્થિત રીતે સમજી શકાય.
હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ જે મનુષ્યના મનમાં જે પણ ખરાબ વિચારો ચાલી રહ્યા હોય છે અથવા પછી કોઇ ખરાબ મંશા હોય છે તો તે મનુષ્યની પ્રકૃતિ કોઇને કોઇ સ્વરૂપે બહાર પ્રગટ થઇ જ જાય છે. આ વિષયમાં મનની વાત સમજવા માટે ગરૂડ પુરાણમાં પણ 7 ખાસ ઉપાય અને સંકેત જણાવવામાં આવ્યા છે.
ગરૂડ પુરાણ મુજબ કોઇ વ્યક્તિના મનમાં શુ ચાલી રહ્યું છે. તે જાણવા માટે શરીર સાથે જોડાયેલી થોડી ખાસ વાતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કોઇના સારા કે ખરાબ ઇરાદા કહેનારી વ્યક્તિના શરીરની કઇ વાત પર નજર રાખવી, આ વિષય પર ગરૂડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે,
अकारैरिंगितैर्गत्या चेष्टया भाषितेन च।
नेत्रवक्त्रविकाराभ्यां लक्ष्यतेर्न्गतं मनः।।
આ શ્લોકનો અર્થ થાય છે કે, કોઇના મનની વાત શરીરની 7 વાતો પરથી જાણી શકાય છે, જે બહારથી જ જોવા મળે છે. આ વાતો પર ધ્યાન આપીને તમે કોઇપણ વ્યક્તિના ઇરાદા વિશે જાણી શકો છો.
આકાર- કદ-કાઠી
સંકેત- શરીરથી કરવામાં આવી રહ્યા ઇશારાઓ
ગતિ- ઉતાવળ અથવા આળસ
ચેષ્ટા- હલન-ચલન
વાણી- સારા કે ખરાબ શબ્દો, અવાજનો ઉતાર-ચડાવ
નેત્ર- આખની ગતિ, ભાવ અથવા હલચલ
મુખના ભાવ- આખા ચહેરાના હાવભાવ
મિઠાસભર્યા શબ્દોથી માત્ર વ્યક્તિને સુકૂન મળે છે, પરંતુ આવી વાતો બીજા લોકોનું મન પણ મોહી લે છે અને જીતી લે છે. આ પ્રકારની મીઠી વાણીનો જાદૂ પણ સફળતાનું સૂત્ર છે, પરંતુ વાણીના સદુપયોગ કરીને મીઠા શબ્દ કેવા હોવા જોઇએ, જેનો બધા જ મનુષ્યો મેળ-મિલાપ અથવા વ્યવહાર દરમિયાન ઉપયોગ કરીને જીવનભર સુખ ભેગુ કરી શકે અથવા મુશ્કેલીઓને પાર લગાવી શકે.
આ સવાલોનો જવાબ ગરૂડ પુરાણમાં જણાવેલ વાણીનું મહત્વ અને મિઠાસ સાથે જોડાયેલ આ 3 વાતોમાં મળી શકે છે, જેના પ્રમાણે ઘર આવેલ મહેમાનોથી લઇને અજાણ્યા વ્યક્તિઓ સાથે કઇ રીતે વાત કરવી અને વ્યવહાર કરવો તે જણાવવામાં આવ્યું છે.
न हीदृक् स्वर्गयानाय यथा लोके प्रियं वच:।
इहामुत्र सुखं तेषां वाग्येषां मधुरा भवेत्।।
अमृतस्यनन्दिनीं वाचं चन्दनस्पर्शशीतलाम्।
धर्माविरोधिनीमुक्त्वा सुखमक्षय्यमाप्रुयात्।।
સરળ શબ્દોમાં આ શ્લોકનો સાર થાય છે કે, મીઠી વાણી ચંદનની જેમ ઠંડક આપે છે, જે લોકો-પરલોક એટલે કે જીવન અને મૃત્યુ પછી સુખ આપનાર હોય છે, જેના કારણે ત્રણ ખાસ વાતોનો વ્યવહારિક રીતે અપનાવવી પણ જરૂરી છે
પહેલાં મહેમાનોના આવવા પર કુશલક્ષેમ એટલે કે તબિયત પૂછૂને સ્વાગત કરવું જોઇએ અને તેમના જવા પર યાત્રા તથા કાર્ય મંગળમય થાય એવું બોલવું જોઇએ.
- કોઇપણ જાણ્યા કે અજાણ્યા વ્યક્તિને મળીને, અભિવાદન કે સ્વાગત કરતી સમયે શુભ કામનાઓ અને પ્રસન્નતા ભરેલા વચન અને શબ્દો બોલવા જોઇએ.
- કોઇપણ કાર્યને સંબંધમાં શબ્દોથી એ જ ભાવના વ્યક્ત કરવી કે- તમારુ નિત્ય કલ્યાણ થાય. આ વાતનું વ્યવહારિક પહેલૂ એજ છે કે, કોઇપણની સામે કોઇ કામ વિશે સાફ અને હકારાત્મક વિચાર પ્રગટ કરવા અને સલાહ આપવી.