પાંડવો જ્યારે સ્વર્ગ જવા માટે નીકળ્યા તો રસ્તામાં જ દ્રૌપદી સહિત ભીમ, અર્જુન, નકુલ અને સહદેવની મૃત્યુ થઇ ગઈ. માત્ર યુધિષ્ઠિર જ સશરીર સ્વર્ગ જઇ શક્યાં. આ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ યુધિષ્ઠિર સિવાય અન્ય પાંડવો અને દ્રૌપદીની મૃત્યુ કેમ થઇ, તે વાત ઘણાં ઓછાં લોકો જાણે છે. આજે અમે તમને જણાવીશું યુધિષ્ઠિર કેવી રીતે પહોંચ્યા સ્વર્ગ અને રસ્તામાં જ કેમ થઇ ગઈ દ્રૌપદી અને અન્ય પાંડવોની મૃત્યુ?
આવી રીતે શરૂ થઇ પાંડવોની સ્વર્ગ . યુધિષ્ઠિરે યુયુત્યુને બોલાવીને તેને સંપૂર્ણ રાજ્યની દેખ-રેખનો ભાર સોપી દીધો અને પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી દીધો. ત્યાર પછી પાંડવો અને દ્રૌપદીએ સાધુઓના વસ્ત્રો ધારણ કર્યા અને સ્વર્ગ જવા માટે નીકળી પડ્યાં. પાંડવોની સાથે-સાથે એક કુતરો પણ જવા લાગ્યો. પાંડવોએ પૃથ્વીની પરિક્રમા કરવાની ઇચ્છાથી ઉત્તર દિશા તરફ યાત્રા કરી. યાત્રા કરતાં-કરતાં પાંડવ હિમાલય સુધી પહોંચી ગયાં. હિમાલય પાર કરીને પાંડવો આગળ વધી તેઓ બાલૂ સમુદ્ર પહોંચ્યાં. ત્યાર પછી તેમણે સમુરૂ પર્વતના દર્શન કર્યાં.
સૌથી પહેલાં દ્રૌપદીનું પતન થયું-
પાંચેય પાંડવો, દ્રૌપદી તથા તે કૂતરો જ્યારે સુમેરૂ પર્વત ચઢી રહ્યા હતાં, ત્યારે દ્રૌપડી રસ્તામાં પડી ગઇ. દ્રૌપદીને પડેલી જોઇને ભીમે યુધિષ્ઠિરને કહ્યું-દ્રૌપદીએ ક્યારેય કોઇ પાપ કર્યું નથી. તો પછી શું કારણ છે કે તે નીચે પડી ગઇ. યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે- દ્રૌપદી આપણા બધામાં અર્જુનને વધારે પ્રેમ કરતી હતી. જેના કારણે તેની સાથે આવું થયું. આવું કહીને યુધિષ્ઠિર દ્રૌપદીને જોયા વિના જ આગળ વધવા લાગ્યો.
ત્યાર પછી સહદેવ પડી ગયોઃ-
દ્રૌપદી પછી થોડી વાર રહીને સહદેવ પણ પડી ગયો. ભીમસેને સહદેવના પડી જવાનું પણ કારણ પુછ્યું તો યુધિષ્ઠિરે જણાવ્યું કે સહદેવ કોઇને પણ પોતાની જેમ વિદ્વાન સમજતો નહતો, આ કારણે જ તેને આજે પડી ગયો છે.
આવી રીતે થઇ નકુલની મૃત્યુઃ-
દ્રૌપદી અને સહદેવ પછી ચાલતાં-ચાલતાં નકુલ પણ પડી ગયો. ભીમે તેનું પણ કારણ પુછ્યું તો યુધિષ્ઠિરે જણાવ્યું કે નકુલને પોતાના રૂપ પર ખૂબ જ અભિમાન હતું. આ માટે આજે તેની આ હાલત થઇ છે.
આ હતું અર્જુનના પતનનું કારણઃ-
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને તે કૂતરો જ્યારે આગળ ચાલી રહ્યા હતાં, ત્યારે થોડી વાર પછી અર્જુન પણ પડી ગયો. યુધિષ્ઠિરે ભીમસેને જણાવ્યું કે અર્જુને પોતાના પરાક્રમ પર અભિમાન હતું. અર્જુને કહ્યું હતું કે હું એક જ દિવસમાં દુશ્મનોનો નાશ કરી શકું છું, પરંતુ તેવું કરી ન શક્યાં. પોતાના અભિમાનને કારણે જ અર્જુનની આજે આ હાલત થઇ છે. આવું કહીને યુધિષ્ઠિર આગળ વધ્યાં.
આ માટે થયું ભીમનું પતનઃ-
થોડું આગળ ચાલીને ભીમ પણ પડી ગયાં. ત્યારે ભીમે યુધિષ્ઠિરને તેનું કારણ પુછ્યું તો તેમણે કહ્યું તે તું ભોજન ખૂબ જ વધારે માત્રામાં કરતો હતો અને પોતાના બળનું ખોટું પ્રદર્શન કરતો હતો. કારણે આજે તારે ભૂમિ પર પડવું પડ્યું છે. આ કહીને યુધિષ્ઠિર આગળ જવા લાગ્યાં. તે કૂતરો જ તેમની સાથે ચાલતો રહ્યો.
ઇન્દ્રની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું કે આ કૂતરો મારો પરમ ભક્ત છે. આ માટે તેને મારી સાથે સ્વર્ગ લઇ જવાની આજ્ઞા આપો, પરંતુ ઇન્દ્રે એવું કરવાની મનાઇ કરી દીધી. ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરવા જતા પણ જ્યારે યુધિષ્ઠિર કૂતરા વિના સ્વર્ગ જવા માટેની મનાઈ કરી ત્યારે કૂતરાના સ્વરૂપમાં યમરાજ પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. યુધિષ્ઠિરને પોતાના ધર્મમાં સ્થિત જોઇને યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર યુધિષ્ઠિરને પોતાના રથમાં બેસાડીને સશરીર સ્વર્ગ લઇ ગયા.