તને મળવાના હજાર બ્હાના નહી શોધું,,
જયારે મળીશ એજ બહાનું રાખીશું..
આમ રાતભર નહી જાગુ,,
સપના માં જ મુલાકાત કરીશું..
રોજ તને જોવા જીદ નહી કરું,,
જોઈશ જયારે મનભરી
જોઈ લઇશું..
હોઠ પર વારંવાર તારું નામ નહી લાઉં,,
નામ આવી ગયા પછી શબ્દો પાછા જરૂર વાળીશુ..
વિતેલીક્ષણો હરપલ યાદ નહી કરું,,
હા યાદ કરું ત્યારે તારુ જીક્ર કરીશું..
હર શ્વાસ માં તને નહી સમાવુ,,
પણ ભળી ગયેલા મારા શ્વાસને ફરી ભળીશુ..
કસમ તારા હર વખત નહી લઉં,,
લીધેલ કસમ તોડી પણ નહી શકું..