600 વર્ષ પહેલાં શિવે આ ગ્રંથ પર હસ્તાક્ષર કરી લખ્યું'તું 'સત્યં શિવં સુંદરમ્'
હિન્દુ ધર્મમાં અનેક પુરાણ અને શાસ્ત્ર છે, પરંતુ આ બધામાં ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસનું પોતાનું મહત્વ છે. તુલસીદાસજીએ આ ગ્રંથની રચના બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં કરી છે. શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના જીવનનું અદભૂત અને સુંદર વર્ણન કર્યું છે.
શ્રીરામચરિતમાનસ સંપૂર્ણ લખાઈ ગયા બાદ જ્યારે ગોસ્વામી તુલસીદાસજીએ તેને લઈને કાશી ગયા તો તેમને રાતે આ ગ્રંથ ભગવાન વિશ્વનાથના મંદિરમાં રાખી દીધો. સવારે જ્યારે મંદિરના પટ ખોલ્યા તો આ ગ્રંથ ઉપર લખ્યુ હતું. સત્યં, શિવં, સુંદરમ્ અને નીચે ભગવાન શંકરે હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે ઉપસ્થિત લોકોએ સત્યં શિવં સુંદરમનો અવાજ પણ કાનોમાં સાંભળ્યો હતો, એવું શ્રીરામચરિતમાનસમાં લખ્યું છે.
1-શ્રીરામચરિતમાનસનું લેખન ગોસ્વામી તુલસીદાસે કર્યું હતું. તેમને જન્મ સંવત 1554માં થયો હતો. જન્મ લીધા પછી બાળક તુલસીદાસ રોયા ન હતા પણ તેમના મુખમાંથી રામ શબ્દ નિકળ્યો હતો. જન્મથી જ તેમના મુખમાંથી બત્રીસ દાંત હતા. બાલ્યાવસ્થામાં તેમનું નામ રામબોલા હતું. કાશીમાં શેષસનાતનજીની પાસે રહીને તુલસીદાસજીએ વેદ-વેદાંગોનું અધ્યયન કર્યું.
2- સંવત્ 1583માં તુલસીદાસજીના લગ્ન થયા. તેઓ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. એકવાર જ્યારે તેમની પત્ની પોતાના પીયરમાં ગઈ તો પાછળ-પાછળ તેઓ પણ પહોંચી ગયા. પત્નીએ જ્યારે એ જોયું કે તેને તુલસીદાસજીએ કહ્યું કે જેટલી તમારી આસક્તિ મારામાં છે, એટલી અડધી પણ જો ભગવાનમાં હોત તો તમારું કલ્યાણ થઈ જતું. પત્નીની આ વાત તુલસીદાસજીએ ખુચી ગઈ અને તેમને ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી દીધી અને સાધુવેશ ધારણ કરી લીધો.
3- એક રાતે જ્યારે તુલસીદાસજી સૂઈ રહ્યા હતા તો તેમને સપનું આવ્યું. સપનામાં ભગવાન શંકરે તેમને આદેશ આપ્યો કે તું પોતાની ભાષામાં જ કાવ્યની રચના કરો. તરત જ તુલસીદાસજીની ઊંઘ તૂટી ગઈ અને તો ઊઠીને બેસી ગયા. ત્યારે ત્યાં ભગવાન શિવ અને પાર્વતી પ્રગટ થાય અને તેમને કહ્યું કે- તું અયોધ્યામાં જઈને રહે અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તારી કવિતા સામવેદની સમાન ફળદાયી રહેશે. ભગવાન શિવની આજ્ઞા માની તુલસીદાસજી અયોધ્યામાં આવી ગયા.
4- સંવત્ 1631ના રોજ રામનવમીના દિવસે એવો જ યોગ હતો, જેવો ત્રેતાયુગમાં રામરાજ્યના સમયે હતો. તે દિવસે સવારના કાળે તુલસીદાસજીએ શ્રીરામચરિતમાનની રચના શરૂ કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ ગ્રંથ પૂરો થયો.
5- અન્ય પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં તુલસીદાસજીની પ્રત્યે ઈર્ષા થવા લાગી. તેમને બે ચોરને શ્રીરામચરિતમાનસને ચોરવા માટે મોકલ્યા. ચોર જ્યારે તુલસીદાસજીની ઝૂંપડીની પાસે પહોંચ્યાં ત્યારે તેમને જોયું કે બે વીર ધનુષ બાણ લઈને પહેરો કરી રહ્યા છે. તેઓ ઘણા જ સુંદર અને ઘઉંવર્ણા હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને તેઓ ભગાવનના ભજન કરવા લાગી ગયા.
6- એકવાર પંડિતોએ ઈર્ષાવશ શ્રીરામચરિતમાનસની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેમને ભગવાન કાશીવિશ્વનાથના મંદિરમાં સૌથી ઉપર વેદો, તેની નીચે શાસ્ત્ર, શાસ્ત્રોની નીચે પુરાણ અને સૌથી નીચે શ્રીરામચરિતમાન ગ્રંથ રાખ્યો. મંદિર બંધ કરી દીધું. સવારે જ્યારે મંદિર ખોલવામા આવ્યું તો બધાને જોયું કે શ્રીરામચરિતમાન વેદોની સૌથી ઉપર રાખેલો જોવા મળ્યો. આ જોઈ પંડિત લોકો ખૂબ જ લજ્જિત થયા. તેમને તુલસીદાસજીની ક્ષમા માગી અને શ્રીરામચરિતમાનસને સર્વપ્રથમ ગ્રંથ માન્યો.
7- આ ગ્રંથમાં ભગવાન શ્રીરામના જીવનનું જેટલું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, એટલુ અન્ય કોઈ ગ્રંથમાં વાંચવા નથી મળતું. આ કારણ છે કે શ્રીરામચરિતમાનસને ધર્મમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. રામચરિતમાનસમાં અનેક ચોપાઈઓ પણ તુલસીદાસજી લખી