કામ કરો છો ના કરવાના !
આવા ઊંડા ઘા કરવાના ?
બધાં દુઃખને આમંત્રીને,
અમને મોટા ભા કરવાના ?
જબરો છે બિઝનેસ તમારો,
પડછાયા લાંબા કરવાના.
એને શું પૂછો છો સઘળું,
એ તો હા જી હા કરવાના.
ઘુવડનો ફતવો તેં વાંચ્યો ?
સૂરજના કટકા કરવાના.
અવસર છે તો ઊજવો દિલથી,
આંસુ પર પરદા કરવાના ?
("આવશે"માંથી) કૃષ્ણ દવે.