આવ્યો હતો જ્યારે આ પૃથ્વી પર ,
રડી ઊઠયો હતો નથી ખબર કેમ ?
નિત નવા ચહેરા ને નિત નવા સંબંધો,
ઝૂમી ઊઠ્યો હતો નથી ખબર કેમ ?
સમજ નહોતી કેમ આ મળ્યું મને ,
છું લાયક સમજણ નથી ખબર કેમ ?
જિંદગીભર લપેટાઈને મોહમાયામાં ,
ભૂલી ગઈ મૂળ સ્થાન નથી ખબર કેમ?
ક્ષણિક ભૂલની આવડી મોટી સજા ,
સમજ જ ના આવી નથી ખબર કેમ ?
દૂર થઈને તેજપુંજ થી આવી પડી અહિં,
કેવી રીતે પામુ હવે નથી ખબર કેમ?
રાખી ચરણે આપો આતમજ્ઞાન મુજને ,
માંગણી મારી સ્વીકારો વિલિન તુજમાં થાવું કેમ.?
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.