એક ગઝલ
● પછી બીજું શું જોઈએ ..!? ●
ઢળતી મળશે રાત પછી બીજું શું જોઈએ..!?
હું છું તારે સાથ પછી બીજું શું જોઈએ..!?
દરિયો , નાવ , હલેશું ને'ઉઠતાં એ તોફાનો
નહિ છોડું હું હાથ પછી બીજું શું જોઈએ..!?
તારા જીવનના મખમલ પર પ્રેમ ચિતર્યો છે
ચિતરી નોખી ભાત પછી બીજું શું જોઈએ..!?
તારા સાથ વગર મારાથી જીવાતું જ નથી
પ્રેમ થયો છે ગાઢ પછી બીજું શું જોઈએ..!?
- કિરણ ભાટી ( મધુરસી )