વહેતી નદી ભાળીને મન ને કંઈક જ્ઞાન લાધ્યું છે.
તે સ્થીર ના કદાપિ હસતી કુદતી ભમતી જાય છે,
માર્ગે મળે તેનું ભલું કરતી વહેતી જાય છે
સમુદ્ર થી સંગમ કરી ક્ષીણ થઈ જાય છે.
આયુ નું પણ આ સરિતા જેવું થઇ જાય છે.
અચલ ના કદાપિ સમય સાથે જ વહેતો જાય છે.
ગતિ સાથે જ્ઞાન લાદે! તો જન્મ સફળ થઇ જાય છે.
અંતે તો રાખમાં ભળી ભવસાગર પુર્ણ થઈ જાય છે.